DCGI એ 2 કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી, PM મોદીએ કહ્યું-ગર્વની વાત
કોરોના રસી અંગે આજે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. DCGI એ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની 'કોવિશીલ્ડ' અને ભારત બાયોટેકની 'કોવેક્સીન'ના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના રસી (Corona Vaccine) અંગે આજે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. DCGI એ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની 'કોવિશીલ્ડ' અને ભારત બાયોટેકની 'કોવેક્સીન'ના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. DCGIએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોવિશીલ્ડ(Covishield) અને કોવેક્સીન (Covaxin)ના ઈમરજન્સી ઉપયોગની અધિકૃત જાહેરાત કરી. ઉપરાંત ઝાયડસ કેડિલાની રસી ઝાઈકોવ-ડીના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ માટે પણ મંજૂરી મળી ગઈ છે. DCGIના જણાવ્યાં મુજબ રસીના અત્યાર સુધીના તમામ ટ્રાયલ સુરક્ષિત રહ્યા છે. પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને આજનો દિવસ ભારતીયો માટે ગર્વનો દિવસ ગણાવ્યો.
2 રસીને મળી ઉમરજન્સી ઉપયોગની મંજૂરી
કોરોના રસીને લઈને બનાવવામાં આવેલી એક્સપ્રટ કમિટીએ વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીના રોજ કોવિશીલ્ડ અને બીજા દિવસે કોવેક્સીનને મંજૂરી આપી હતી. હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI) એ પણ મંજૂરી આપી દેતા ભારતમાં રસીનો ઉપયોગ શરૂ થઈ જશે.
Vaccines of Serum Institue of India and Bharat Biotech are granted permission for restricted use in emergency situation: DCGI pic.twitter.com/fuIfPQ9i7B
— ANI (@ANI) January 3, 2021
કોવેક્સીન છે સંપૂર્ણ દેશી રસી
અત્રે જણાવવાનું કે કોવેક્સીન સંપૂર્ણ રીતે સ્વદેશી રસી છે અને તેને ભારત બાયોટેકે બનાવેલી છે. આ રસી હૈદરાબાદની લેબમાં તૈયાર થઈ છે. જ્યારે કોવિશીલ્ડને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ મળીને બનાવી છે અને ભારતમાં તેનું નિર્માણ કાર્ય સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા થઈ રહ્યું છે.
We'll never approve anything if there is slightest of safety concern. The vaccines are 100 per cent safe. Some side effects like mild fever, pain & allergy are common for every vaccine. It (people may get impotent) is absolute rubbish: VG Somani, Drug Controller General of India pic.twitter.com/jsIeWEoI20
— ANI (@ANI) January 3, 2021
રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત
DCGIએ કહ્યું કે બંને રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેનો ઉપયોગ ઈમરજન્સીની સ્થિતિમાં થઈ શકશે. DCGIના જણાવ્યાં મુજબ આ બંને રસીના 2-2 ડોઝ ઈન્જેક્શન સ્વરૂપે આપવામાં આવશે. આ બંને રસીને 2થી 8 ડિગ્રીના તાપમાનમાં સુરક્ષિત રાખી શકાશે. અત્રે જણાવવાનું કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) જ્યારે કોઈ દવા, ડ્રગ, રસીને અંતિમ મંજૂરી આપે છે ત્યારે તે દવાઓ, રસીનો સાર્વજનિક રીતે ઉપયોગ થઈ શકે છે. આવી મંજૂરી આપતા પહેલા DCGI રસી અંગે કરાયેલા પરીક્ષણોના આંકડાનો કડકાઈથી અભ્યાસ કરે છે. જ્યારે DCGI આ રિપોર્ટથી સંતુષ્ટ થાય ત્યારે તે રસીના સાર્વજનિક ઉપયોગ માટે મંજૂરી આપે છે.
A decisive turning point to strengthen a spirited fight!
DCGI granting approval to vaccines of @SerumInstIndia and @BharatBiotech accelerates the road to a healthier and COVID-free nation.
Congratulations India.
Congratulations to our hardworking scientists and innovators.
— Narendra Modi (@narendramodi) January 3, 2021
ભારતીયો માટે ગર્વનો દિવસ-પીએમ મોદી
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અને ભારતીયો માટે આજનો દિવસ ગર્વનો દિવસ ગણાવ્યો.
અદાર પૂનાવાલાએ કહ્યું-નવું વર્ષ મુબારક
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, પુણેના સીઈઓ અદાર પૂનાવાલાએ પણ આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે બધાને નવું વર્ષ મુબારક. કોવિશીલ્ડ, ભારતની પહેલી COVID-19 રસીને મંજૂરી મળી ગઈ છે. સુરક્ષિત અને પ્રભાવી આ રસી આવનારા સમયમાં રોલ આઉટ થવા માટે તૈયાર છે.
Happy new year, everyone! All the risks @SerumInstIndia took with stockpiling the vaccine, have finally paid off. COVISHIELD, India's first COVID-19 vaccine is approved, safe, effective and ready to roll-out in the coming weeks. pic.twitter.com/TcKh4bZIKK
— Adar Poonawalla (@adarpoonawalla) January 3, 2021
WHO એ પણ નિર્ણય આવકાર્યો
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ આ 2 કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવાના DCGIના આ નિર્ણયને આવકાર્યો છે.
World Health Organization welcomes India's decision giving emergency use authorization to #COVID19 vaccines: Dr Poonam Khetrapal Singh, Regional Director, WHO South-East Asia Region pic.twitter.com/UPPatGoJuI
— ANI (@ANI) January 3, 2021
દેશમાં શનિવારે કરાઈ ડ્રાય રન
કોવિડ કાળમાં રસીકરણની પ્રક્રિયાને લઈને શનિવારે દેશભરમાં ડ્રાય રન એટલે કે એક પ્રકારે મોક ડ્રિલ કરવામાં આવી હતી. દેશના 125 જિલ્લાઓમાં બનેલા 286 કેન્દ્રોમાં રસીકરણની પ્રક્રિયાનું ડ્રાય રન કરવામાં આવ્યું. દિલ્હીમાં ડ્રાય રનની તૈયારીઓની સમીક્ષા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન પોતે હાજર રહ્યા હતા. રસી સૌથી પહેલા હેલ્થવર્કર્સને આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યાં મુજબ દેશમાં આગામી અઠવાડિયેથી કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગની શરૂઆત થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે